Uncategorized

કોદરીના પૂડલા

પ્રેષક:  અનીલા જી. વસાવા

સરનામું: હેપીહોમ, વાલીયા, જિ. ભરૂચ, પીન. 393135

જરૂરી સામગ્રી:   1 કપ કોદરી, 1 કપ અડદની દાળ, 2 લીલાં મરચાં, જરૂર મુજબ મીઠું, 1 ઝુડી લીલા ઘાણા, 1/2 ચમચી લાલ મરચું.

બનાવવાની રીત:     કોદરી, અડદની દાળને રાત્રે પાણીમાં અલગ-અલગ પલાળવી. સવારે નીતારી મિક્સરમાં બારીક કરવી. પછી ભેગું કરી તેમાં મીઠું વાટેલા આદુ-મરચાં અને થોડું પાણી નાંખી ફીણી ખીરૂં તૈયાર કરવું. નોનસ્ટીક પેનમાં પ્રથમ થોડું તેલ ફેલાવીને પછી ચમચાથી ખીરૂ નાંખવું. તે હળવેથી ફેલાવીને પૂડલો બનાવવો. બન્ને બાજુ કડક થાય એટલે ઉતારી લેવો. આ રીતે બધા પૂડલા બનાવવા.

ગરમ ચા અથવા ચટણી સાથે ગરમ-ગરમ પૂડલા ઉપયોગમાં લેવા.

Leave a comment